08 April, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગનાએ કલકત્તાના કાલી મંદિરમાં કર્યાં દર્શન
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌતે ગઈ કાલે કલકત્તામાં પ્રસિદ્ધ કાલીઘાટ ખાતે આવેલા કાલી મંદિરમાં જઈ માતાનાં દર્શન કરીને આશીર્વાદ લીધાં હતાં. તેણે માતાનાં ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાભાવે પૂજા કરી હતી. મંદિરમાં કંગના પરંપરાગત અંદાજમાં જોવા મળી હતી. તેણે ગુલાબી કલરની સિલ્ક સાડી પહેરી હતી અને પરંપરાગત આભૂષણોથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. કંગનાએ કાલીઘાટ મંદિર ઉપરાંત નકુલેશ્વર ભૈરવ મંદિરમાં પણ દર્શન કર્યાં હતાં.
પશ્ચિમ બંગાળમાં આ મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલે અને બીજા તબક્કાનું ૨૯ એપ્રિલે યોજાશે, જ્યારે પરિણામ ચોથી મેએ જાહેર થશે. આ ચૂંટણી પહેલાં કંગના રનૌત કલકત્તા પહોંચી હતી અને મંદિરમાં દર્શન કર્યાં હતાં.