કંગનાને RSS સાથે જોડ્યા બાદ, રંગોલીએ યૂઝર્સના સવાલોના આપ્યા જવાબ

07 April, 2020 01:28 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કંગનાને RSS સાથે જોડ્યા બાદ, રંગોલીએ યૂઝર્સના સવાલોના આપ્યા જવાબ

અભિનેત્રી કંગના રણોતની બહેન રંગોલી ઘણીવાર પોતાના ટ્વીટના કારણે ચર્ચાઓમાં રહે છે. પોતાના બિન્દાસ બોલ માટે જાણીતી રંગોલી ફરી એકવાર પોતાના ટ્વીટ માટે ચર્ચામાં છે, જેમાં તેણે બહેન કંગના રણોતની બે તસવીર શૅર કરી, જેમાં અભિનેત્રી પૂજા કરી રહી છે. આ તસવીરો શૅર કરતાંની સાથે રંગોલીએ કંગનાને આરએસએસ સાથે જોડી અને તેને 'સંઘી' એવું કહ્યું.

રંગોલીએ તસવીર શૅર કરતાં લખ્યું કે, "સંઘી ટ્રેન્ડ કરી રહ્યું છે... હા હા... કેમ નહીં... સૌથી સુંદર સંઘી, જેને હું ઓળખું છું. #SanghiWoman #SanghiTwitter." રંગોલીના આ ટ્વીટ બાદ આ પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે અને હંમેશની જેમ રંગોલીના પક્ષમાં અને તેના વિરોધમાં પ્રતિક્રિયાઓ આવવા લાગી. રંગોલીએ આ વખતે પણ તેના વિરુદ્ધ બોલનારા યૂઝર્સને જવાબ પણ આપ્યો છે.

કંગના રણોતને સંઘી કહેવા પર એક યૂઝરે લખ્યું, "ક્યારથી પૂજા કરવું સંઘી વસ્તુ બની ગઈ? સંઘ ક્યારેય પોતાના ક્ષેત્રમાં મહિલાઓને આવવા નથી આપતું. અને તો તમને ટ્રેનિંગ કૅમ્પ જૉઇન કરવાની પરવાનગી આપે છે." આ વિશે જવાબ આપતાં રંગોલીએ લખ્યું, "મને લાગે છે કે સમય બદલાઇ ગયો છે અને તે બદલાવો પણ જોઇએ, પણ ટ્વિટર પર દરેક સપોર્ટ કરે છે કે ભગવા જ સંઘી છે આ માટે મને લાગે છે કે આ આધારે કંગના રણોત પણ સંઘી જ છે."

ત્યાર બાદ રંગોલીએ અનેક લોકોને જવાબ આપ્યો અને મહિલાઓને લઈને ઉઠતા સવાલ પર યૂઝરે આગળ પણ રંગોલી સાથે વાત કરી અને રંગોલીએ ફરી તેનો જવાબ આપ્યો.

ઉલ્લેખનીય છે કે રંગોલી ઘણીવાર સોશિયલ મીડિયા પર કંગના રણોતને લઈને ટ્વીટ કરતી રહે છે અને આ જ કારણ છે કે તેણે ઘણાં લોકો સાથે સીધે સીધો પંગો પણ લઈ લીધો છે.

bollywood bollywood news bollywood gossips kangana ranaut rashtriya swayamsevak sangh rangoli chandel