14 September, 2022 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટની ‘ઇમર્જન્સી’માં સંજય ગાંધીના રોલમાં વિશાક નાયર
કંગના રનોટની ‘ઇમર્જન્સી’માં સંજય ગાંધીના રોલમાં વિશાક નાયર જોવા મળશે. આ ફિલ્મને કંગના ડિરેક્ટ કરવાની સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં પણ જોવા મળશે. ફિલ્મનાં વિવિધ પાત્રોના લુક શૅર કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં જયપ્રકાશ નારાયણના રોલમાં અનુપમ, અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં શ્રેયસ તલપડે, સૅમ માણેકશોના પાત્રમાં મિલિંદ સોમણ અને પુપુલ જયકરના રોલમાં મહિમા ચૌધરી દેખાશે. હવે સંજય ગાંધીનો રોલ ભજવનાર વિશાકનો લુક શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘ટૅલન્ટના પાવરહાઉસ વિશાક નાયરને સંજય ગાંધીના પાત્રમાં રજૂ કરું છું. સંજયમાં ઇન્દિરા ગાંધીના પ્રાણ વસતા હતા. તેના પર ખૂબ પ્રેમ હતો અને તેને ગુમાવી દીધો હતો.’
તો બીજી તરફ આ લુકને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિશાક નાયરે કૅપ્શન આપી હતી, ‘સંજય ગાંધીનો રોલ ભજવવાની તક મળતાં હું સન્માનિત અનુભવી રહ્યો છું. કંગના રનોટના ડિરેક્શનમાં બનતી ફિલ્મ ‘ઇમર્જન્સી’માં જોડાઈને અતિશય ખુશ છું.’