ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતાં કંગના રનોટે કહ્યું...જીના દુશ્વાર કર દુંગી

21 January, 2021 05:28 PM IST  |  Mumbai | Agencies

ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતાં કંગના રનોટે કહ્યું...જીના દુશ્વાર કર દુંગી

ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતાં કંગના રનોટે કહ્યું...જીના દુશ્વાર કર દુંગી

કંગના રનોટનું ટ્વિટર અકાઉન્ટ થોડા સમય માટે સસ્પેન્ડ થતાં તેણે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે જીના દુશ્વાર કર દુંગી. કંગનાએ ‘તાંડવ’નો વિરોધ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે હવે તેમનાં ગળાં કાપવાનો સમય આવી ગયો છે. એને લઈને સોશ્યલ મીડિયામાં #સસ્પેન્ડકંગનારનોટ ટ્રેન્ડ કરી રહ્યું હતું. બાદમાં થોડા સમય માટે તેના ટ્વિટર અકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એથી ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીને સંબોધિત કરતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘લિબરલ લોકો પોતાના કાકા જૅક ચાચા સામે જઈને મારા અકાઉન્ટને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવે એવાં રોદણાં રડવા લાગ્યા હતા. તેમણે મને ધમકી આપી હતી કે મારું અકાઉન્ટ, મારી વર્ચ્યુઅલ ઓળખ ક્યારે પણ દેશ માટે શહીદ થઈ શકે છે. જોકે મારું રીલોડેડ દેશભક્ત વર્ઝન મારી ફિલ્મોના માધ્યમથી વારંવાર આવતું રહેશે. તુમ્હારા જીના દુશ્વાર કરકે રહુંગી.’

bollywood bollywood news bollywood gossips entertainment news kangana ranaut