આ તસવીરને કારણે કંગના રનૌતને મળી હતી પહેલી ફિલ્મ

30 April, 2026 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રસંગે કંગનાએ એના ખાસ ફોટોશૂટની તસવીર શૅર કરી જેણે તેના જીવનની દિશા બદલી દીધી હતી.

કંગના રનૌત

ઍક્ટ્રેસ અને રાજકારણી કંગના રનૌતે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં ૨૦ વર્ષ પૂર્ણ થતાં જૂના દિવસોને યાદ કર્યા છે. આ પ્રસંગે કંગનાએ એના ખાસ ફોટોશૂટની તસવીર શૅર કરી જેણે તેના જીવનની દિશા બદલી દીધી હતી. આ તસવીરમાં કંગના બ્લુ ડ્રેસમાં સ્ટુડિયોમાં પોઝ આપી રહી છે. કંગનાના પહેલા પોર્ટફોલિયો શૂટના આધારે તેને માત્ર ૧૮ વર્ષની ઉંમરે મોહિત સૂરિની ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’માં હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી હતી અને તેને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. પોતાની આ તસવીરો સાથે કંગનાએ લખ્યું, ‘આજે મેં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ પૂર્ણ કર્યાં છે. આ મારો પ્રથમ પોર્ટફોલિયો છે જે જતિન કંપાણીએ શૂટ કર્યો હતો અને આના જ કારણે મને ‘ગૅન્ગસ્ટર’માં સિમરનનો રોલ મળ્યો હતો.’

kangana ranaut bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news