અમેરિકા પોતાની પાસે જ રાખે પોતાનો સિલી ઑસ્કર

19 March, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમર્જન્સીને પ્રતિષ્ઠિત અમેરિકન અવૉર્ડ મળવો જોઈએ એવી ચાહકની કમેન્ટનો કંગનાએ આવો જવાબ આપ્યો

કંગના રનૌત

ઍક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા નહોતી મળી પણ ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયા પછી આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી રહી છે. ઘણા લોકોએ તો ફિલ્મને ઑસ્કરમાં એન્ટ્રી માટે દાવેદાર ગણાવી છે. જોકે ફૅન્સની આ કમેન્ટનો જવાબ આપતાં કંગનાએ કહી દીધું કે ‘અમેરિકા એનો સાચો ચહેરો જોવા માગશે નહીં. એ વિકાસશીલ દેશોને કેવી રીતે ધમકી આપે છે, દબાવે છે અને દબાણ કરે છે એ ‘ઇમર્જન્સી’ના કારણે પ્રકાશમાં આવ્યું છે.  અમેરિકા પોતાનો ‘સિલી’ ઑસ્કર એની પાસે જ રાખે, આપણી પાસે આપણો નૅશનલ અવૉર્ડ છે.`

આ ફિલ્મમાં કંગના રનૌતે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેની સાથે મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે, અનુપમ ખેર જેવા ઘણા કલાકારો ફિલ્મમાં અગત્યના રોલમાં છે.

kangana ranaut bollywood buzz bollywood news bollywood entertainment news oscars oscar award