અખાત્રીજના શુભ દિવસે કંગનાનો દિલ્હીના સરકારી ઘરમાં ગૃહપ્રવેશ

01 May, 2025 11:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ પ્રસંગે તેણે સફેદ અને લાલ સાડી પહેરીને પરિવારજનો સાથે પૂજા પણ કરી. તેણે આ ગૃહપ્રવેશની તસવીરો પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

કંગના રનૌતે સરકારી ઘરમાં અખાત્રીજના દિવસે ગૃહપ્રવેશ કર્યો

બૉલીવુડની ઍક્ટ્રેસ અને BJPની સંસદસભ્ય કંગના રનૌતે દિલ્હીમાં તેને ફાળવવામાં આવેલા સરકારી ઘરમાં અખાત્રીજના શુભ દિવસે ગૃહપ્રવેશ કર્યો હતો. તેણે આ ગૃહપ્રવેશની તસવીરો પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામના સ્ટોરી-સેક્શનમાં જે વિડિયો શૅર કર્યો છે એમાં તે માથા પર કળશ પહેરીને ગૃહપ્રવેશ કરતી દેખાય છે. આ પ્રસંગે તેણે સફેદ અને લાલ સાડી પહેરીને પરિવારજનો સાથે પૂજા પણ કરી હતી. કંગનાએ આ વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે કે ‘આખરે દિલ્હીના એમપી હાઉસમાં શિફ્ટ થવાનો સમય મળી જ ગયો.’ આ સાથે  તેણે પોતાના ઘરના મંદિરની એક બીજી તસવીર શૅર કરીને લખ્યું કે એક સદી જૂના એમપી હાઉસને ફરીથી સજાવવાનું સહેલું નહોતું.

કંગના રનૌતે થોડાં વર્ષો પહેલાં મનાલીમાં એક ઘર ખરીદ્યું હતું જેની કિંમત લગભગ ૩૦ કરોડ રૂપિયા છે. કંગનાના આ લક્ઝરી બંગલામાં આઠ બેડરૂમ, ડાઇનિંગ રૂમ, જિમ અને ગાર્ડન પણ છે. આ સિવાય કંગના પાસે મુંબઈમાં પાંચ બેડરૂમનું ઘર પણ છે અને આ સિવાય તેણે હાલમાં જ મનીલામાં એક કૅફે પણ ખોલી છે.

kangana ranaut social media viral videos instagram bollywood buzz bollywood news bollywood entertainment news