માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ફેલાયેલી ગંદકી જોઈને રોષે ભરાઈ કંગના

31 May, 2023 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં એવી વિનંતી કરવામાં આવી છે કે ત્યાંની સાફસફાઈ પર ધ્યાન આપવામાં આવે. સાથે જ લોકોના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

કંગના રનોટે શૅર કરેલા વિડિયોનો સ્ક્રીનશૉટ

માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ પર જે પ્રકારે ગંદકી ફેલાઈ છે એને જોઈને કંગના રનોટ રોષે ભરાઈ છે. તેણે એક વિડિયો શૅર કર્યો છે. એમાં દેખાય છે કે ચારેય બાજુએ કચરાના ઢગલા છે, જે એની સુંદરતાને ઝાંખી પાડે છે. સોશ્યલ મીડિયામાં એવી વિનંતી કરવામાં આવી છે કે ત્યાંની સાફસફાઈ પર ધ્યાન આપવામાં આવે. સાથે જ લોકોના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

એનો વિડિયો ટ્વિટર પર શૅર કરીને કંગના રનોટે ટ્વીટ કર્યું કે ‘જે લોકો એમ માનતા હોય કે માનવ ભગવાનના પ્રિય છે તેમણે વાસ્તવિકતા તપાસી લેવી જોઈએ. આ દૃશ્યો જોઈને તમને એહસાસ થશે કે માણસો ભગવાનને જરા પણ પ્રિય નથી. માણસો જ્યાં પણ જાય છે ત્યાં પોતાની ગંદી, દુર્ગંધવાળી, અપવિત્ર છાપ છોડી જાય છે. આ વિશ્વને માનવજાતિથી બચાવો.’

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut mount everest