PM-કૅર્સમાં 25 લાખ અને ડેઇલી વેજિસ વર્કર્સને રૅશન આપ્યું કંગના રનોટે

03 April, 2020 04:44 PM IST  |  Mumbai Desk

PM-કૅર્સમાં 25 લાખ અને ડેઇલી વેજિસ વર્કર્સને રૅશન આપ્યું કંગના રનોટે

કંગના રનોટે પીએમ-કૅર્સમાં ૨૫ લાખ રૂપિયા ડોનેટ કરવાની સાથે જ રોજિંદું કામ કરતા વર્કર્સને રૅશન પૂરું પાડ્યું છે. દેશમાં કોરોના વાઇરસે ખૂબ હાહાકાર મચાવ્યો છે. એથી અનેક સેલિબ્રિટીઝ લોકોની મદદે આગળ આવી રહી છે. કંગનાની સાથે જ તેની મમ્મી આશાએ પણ તેનું એક મહિનાનું પેન્શન ડોનેટ કર્યું છે. એ વિશે ટ્વિટર પર કંગનાની બહેન રંગોલી ચંડેલે ટ્વીટ કર્યું હતું કે ‘કંગનાએ પીએમ-કૅર્સમાં ૨૫ લાખ રૂપિયા ડોનેટ કરવાની સાથે રોજિંદું કામ કરીને આવક મેળવતા પરિવારોને રૅશન આપ્યું છે. આ સમયમાં સૌએ સાથે આવવાની જરૂર છે અને ક્ષમતા પ્રમાણે કાર્ય કરવાની જરૂર છે. અમારા પરિવાર તરફથી થૅન્ક યુ. મારી મમ્મીએ પણ તેનું એક મહિનાનું પેન્શન આપ્યું છે. અમને એ જાણ નથી કે આ લૉકડાઉન હજી કેટલો સમય ચાલશે. આપણી પાસે હાલમાં જે પણ છે એની સાથે જ ગુજરાન ચલાવવું પડશે. જોકે દેશ માટે થોડું તો સમાધાન કરવું જ પડશે. નરેન્દ્ર મોદીજી, અમને દેશ માટે યોગદાન આપવાની તક આપી એથી તમારો આભાર.’

kangana ranaut bollywood entertainment news bollywood gossips bollywood news