રણબીરને રીઢો સ્કર્ટ-ચેઝર કહેવાનો કોઈ અફસોસ નથી કંગનાને

01 September, 2024 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના ‘આપ કી અદાલત’માં ગઈ હતી એ દરમ્યાન રજત શર્માએ તેને રણબીર વિરુદ્ધ કરેલી કમેન્ટ વિશે પૂછ્યુ હતું

કંગના રનૌત

ઍક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સંસદસભ્ય કંગના રનૌતે ભૂતકાળમાં રણબીર કપૂરને રીઢો સ્કર્ટ-ચેઝર કહ્યો હતો. આજે પણ તે પોતાની આ કમેન્ટ પર કાયમ છે. કંગના ‘આપ કી અદાલત’માં ગઈ હતી એ દરમ્યાન રજત શર્માએ તેને રણબીર વિરુદ્ધ કરેલી કમેન્ટ વિશે પૂછ્યુ હતું. ત્યારે એનો જવાબ હસીને આપતાં કંગના કહે છે, ‘આપ તો ઐસે બોલ રહે હો જૈસે વો સ્વામી વિવેકાનંદ હો.’

એ આખા પ્રકરણ પર નજર નાખીએ તો ૨૦૨૦માં કંગનાએ ટ્વિટર પર જે હાલમાં ઍક્સ તરીકે ઓળખાય છે એના પર ટ્વીટ કર્યું હતું કે ‘રણબીર કપૂર સિરિયલ સ્કર્ટ ચેઝર છે, પરંતુ કોઈનામાં હિંમત નથી કે તેને રેપિસ્ટ કહી શકે. દીપિકા પાદુકોણે જાતે જ પોતાને માનસિક રીતે બીમાર વ્યક્તિ જાહેર કરી છે, પરંતુ કોઈ તેને સાઇકો કે પછી ડાકણ નથી કહેતું. આવાં બધાં નામ તો માત્ર ઇન્ડસ્ટ્રીની બહારથી, નાનાં શહેરોમાંથી અને સીધાસાદા પરિવારમાંથી આવેલા લોકો માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે.’

kangana ranaut ranbir kapoor entertainment news bollywood bollywood news bollywood gossips