કંગનાએ સૈનિકો સાથે મનાવ્યો દશેરા

06 October, 2022 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે શસ્ત્રપૂજા પણ કરી હતી

કંગનાએ સૈનિકો સાથે મનાવ્યો દશેરા

કંગના રનોટે ગઈ કાલે CRPF એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો સાથે દશેરાની ઉજવણી કરી હતી. તેમની સાથેનો ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેણે શસ્ત્રપૂજા પણ કરી હતી. જવાન સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગના રનોટે કૅપ્શન આપી હતી, ‘દેશની જે લોકો રક્ષા કરે છે, ઈશ્વર તેમની રક્ષા કરે. ધર્મથી તમે ભલે જે પણ હો, પરંતુ જે કર્મથી ક્ષત્રિય છે તેમને વિજયાદશમી નિમિત્તે એક જ સંદેશ, વિજયી ભવ.’

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut dussehra central reserve police force