Video: કંગના રણોત ફરી પહોંચી મુંબઇ, આસપાસ જોવા મળ્યું આ...

28 December, 2020 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Video: કંગના રણોત ફરી પહોંચી મુંબઇ, આસપાસ જોવા મળ્યું આ...

તસવીર સૌજન્ય જાગરણ

કંગના રણોત પોતાની સંપૂર્ણ સિક્યોરિટી સાથે નવા વર્ષથી બરાબર પહેલા મુંબઇ પાછી ફરી છે. કંગના રણોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે, જેમાં તે પોતાના પરિવાર સાથે મુંબઇ ઍરપૉર્ટ પર જોવા મળી રહી છે અને તેની ચારેય બાજુ સિક્યોરિટી તૈનાત દેખાય છે.

જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી કંગના પોતાના ઘરે મનાલીમાં રહેતી હતી. આ પેહલા તે પોતાની આગામી ફિલ્મ 'થલાઇવી'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. નવા વર્ષે કંગનાના હાથમાં અનેક ફિલ્મો છે. તાજેતરમાં કંગનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021માં પોતાની આગામી ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગમાં જોડાશે. આ ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિના રોલમાં જોવા મળશે.

આ સિવાય કંગનાના હાથમાં વધુ એક ફિલ્મ 'તેજસ' છે, જેમાં તે ઇન્ડિયન ઍરફૉર્સની ભૂમિકામાં દેખાવાની છે.

કંગના રણોતે ટૂંક સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે પહાડો પર હિમવર્ષાનો આનંદ માણતી જોવા મળી હતી. આ વીડિયોમાં બૅકગ્રાઉન્ડમાં કંગનાની સુંદર કવિતા 'રાખ' સંભળાતી હતી.

bollywood bollywood news bollywood gossips entertainment news kangana ranaut