ચેન્નઇમાં પડેલા દુકાળ મામલે બોલીવુડ પર ભડકી કંગના રનૌત

15 September, 2019 07:50 PM IST  |  મુંબઈ ડેસ્ક

ચેન્નઇમાં પડેલા દુકાળ મામલે બોલીવુડ પર ભડકી કંગના રનૌત

કંગના રનૌત (ફાઇલ ફોટો)

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે એક ઇન્ટરવ્યૂમાં ચેન્નઇના દુકાળનો સામનો કરવા માટે ચાલતાં સામાજિક અભિયાન કાવેરી વિશે વાત કરી અને આ બાબતે બોલીવુડ સિતારાઓના પિન ડ્રોપ સાઇલેન્સને કારણે તેમના પર ભડકી પણ ખરી. કંગના રનૌત બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાના મનની કે મગજની વાત કહેવાથી ડરતી નથી. કંગના રનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સામાજિક વિષયો પર સિલેક્ટિવ અટેન્શન આપવા બાબતે તેમનાથી નિરાશ જોવા મળી અને તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ બાબતે ખૂબ ફટકાર લગાવી છે એમ કહી શકાય.

કંગનાને લાગે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આત્મ કેન્દ્રીત છે અને તેમાં જનૂનની ઉણપ છે. તેણે કહ્યું કે જ્યારે કોઇ ફિલ્મ સેન્સર બોર્ડથી પરેશાન હોય છે. તો કોર્ટમાં અરજીઓ નોંધાવવામાં આવે છે, પણ બોલીવુડ દ્વારા સ્થાનીય કે સામાજિક મુદ્દાઓ પર કોઈ કાર્યવાહી કે પહેલ નથી કરવામાં આવતી.

કંગના રનૌતે એ પણ કહ્યું કે તાજેતરમાં જ બ્રાઝીલના જંગલોમાં આગ લાગી હતી. જે દુર્ભાગ્યપૂર્ણ વાત હતી આ બાબતે બોલીવુડમાં ઘણું કહેવામાં આવ્યં પણ હવે જ્યારે સમસ્યા સ્થાનિક છે તો કોઇ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કે વાત નથી કરતા. કંગના રનૌતે મુંબઇના આરે કૉલોની વિસ્તાર વિશે પણ વાત કરી. જેમાં મુંબઇ મેટ્રો 3 કાર ડેપો માટે મુંબઇ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડે 2,000થી વધુ વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ મૂક્યો. કંગના રનૌતે પૂછ્યું કે આના વિરોધમાં કોઇ અરજી કેમ નથી કરવામાં આવી?

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

નોંધનીય છે કે કંગના ઘણીવાર આવા વિષયો પર પોતાના મનની વાત લોકોને કહેતી હોય છે અને કેટલાય વિષયો પર ખુલીને પોતાનો પક્ષ પણ મૂકે છે. કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ધાકડમાં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ પંગામાં પણ દેખાશે.

kangana ranaut bollywood bollywood events bollywood gossips bollywood news