હાથમાં ચાકૂ, ફેલાયેલી લિપસ્ટિક...આખરે કરવા શું માંગે છે કંગના?

22 June, 2019 04:59 PM IST  |  મુંબઈ

હાથમાં ચાકૂ, ફેલાયેલી લિપસ્ટિક...આખરે કરવા શું માંગે છે કંગના?

ડરામણો છે કંગનાનો આ અવતાર

કંગના રણૌતની અપકમિંગ ફિલ્મ મેંટલ હૈ ક્યા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. કેટલાક દિવસો પહેલા જ આ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર થયું હતું જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. આ ફિલ્મનું બીજું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જે થોડું ડરામણું છે.
પહેલા પોસ્ટરમાં, ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહેલા રાજકુમાર રાવ સાથે નજર આવી રહી હતી. પરંતુ આ મોશન પોસ્ટરમાં કંગના એકલી નજર આવી રહી છે. પરંતુ આ મોશન પોસ્ટરમાં કંગના એકલી નજર આવી રહી છે. આ પોસ્ટરને અમે ડરામણું એટલે કહી રહ્યા છે કારણ કે પોસ્ટરમાં જે લુકમાં તે નજર આવી રહી છે તે ડરામણું છે.


પોસ્ટરમાં ધ્યાનથી જુઓ તો જોવા મળે છે કે કંગના બાથટબમાં બેઠી છે, તેની પાછળ વાળને સીધા કરવાનું મશીન રાખવામાં આવ્યું છે અને આગળ ટોસ્ટર રાખેલું છે જેમાંથી બળેલી બ્રેડ નજર આવી રહી છે. કંગનાની લિપસ્ટિક ફેલાયેલી છે અને હાથમાં મોટુ ચાકૂ લઈને રાખ્યું છે જેને તે ધ્યાનથી જોઈ રહી છે. પોસ્ટર જોયા બાદ મગજમાં અનેક સવાલો આવો રહ્યા છે.જેમકે કંગના આ ચાકૂથી પોતાને નુકસાન પહોંચાડશે? શું તે ફિલ્મમાં કોઈનું મર્ડર કરશે. જો કે કંગના આ ચાકૂથી શું કરશે એ તો ફિલ્મ જોઈને જ ખબર પડશે.

આ પહેલા ફિલ્મનું જે મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતુ તે થોડું અજીબ હતું. તે પોસ્ટરમાં રાજકુમાર રાવના હાથમાં લાકડું હતું જેમાં આગ લાગી હતી અને તેનાથી તે પોતાની સિગરેટ સળગાવી રહ્યો હતો. જ્યારે કંગનાના હાથમાં માછલી હતી જેને તે સેકલી નજર આવી રહી હતી.

આ પણ વાંચોઃ ‘મેન્ટલ હૈ ક્યા’ના મોશન પોસ્ટમાં મેન ઈન બ્લેક બન્યા કંગના-રાજકુમાર

કંગના રણૌત અને રાજકુમાર રાવની આ ફિલ્મ બાલાજી ટેલિફિલ્મ્સની છે. જે 26 જુલાઈએ રીલિઝ થઈ રહી છે.

kangana ranaut rajkummar rao