રણબીર-આલિયાનાં લગ્ન વિશે કટાક્ષ કર્યો કંગનાએ?

19 July, 2023 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિયર ચંગુમંગુને હું કહેવા માગીશ કે જો તમને એનું દુઃખ થઈ રહ્યું હોય તો હું તમારે માટે પ્રાર્થના કરીશ કે ભગવાન તમારા આત્માને શાંતિ આપે.

કંગના રનોટ

કંગના રનોટે હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને લઈને કટાક્ષ કર્યો છે. તેણે કોઈનું નામ નથી લીધું, પરંતુ તેણે કહ્યું છે કે તેઓ સાથે ફિલ્મ કરી રહ્યાં છે એવી ખોટી જાહેરાત કરી છે અને હાલમાં જ તેઓ એક ફૅમિલી ટ્રિપ પર ગયાં હતાં. આ વિશે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર કંગનાએ કહ્યું કે ‘એવું તો કેવી રીતે બને કે દરેક ન્યુઝપેપરની હેડલાઇન એકસરખી હોય. આને એક બલ્ક માસ મેઇલ કહેવાય છે. ડિયર ચંગુમંગુને હું કહેવા માગીશ કે જો તમને એનું દુઃખ થઈ રહ્યું હોય તો હું તમારે માટે પ્રાર્થના કરીશ કે ભગવાન તમારા આત્માને શાંતિ આપે. એક એવા પણ ન્યુઝ છે જે ફર્ઝી પતિ-પત્ની, જેઓ અલગ-અલગ ફ્લોર પર રહે છે અને દુનિયા સામે કપલ હોવાનો દેખાડો કરી રહ્યાં છે. તેઓ એક ફિલ્મની પણ જાહેરાત કરી રહ્યાં છે જે ક્યારેય બનવાની નથી. એ સાથે જ તેઓ મિંત્રા કંપની દ્વારા જે બ્રૅન્ડ બનાવવામાં આવી છે એને પોતાની બ્રૅન્ડ કહી રહ્યાં છે અને તેમની હાલમાં ફૅમિલી ટ્રિપ દરમ્યાન પત્ની અને તેની દીકરી સાથે કેટલો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો એ વિશે પણ કોઈ બોલી નથી રહ્યું. આ ફર્ઝી જોડીને એક્સ્પોઝ કરવાની જરૂર છે. તમે પૈસા માટે, કામ માટે અને પ્રમોશન માટે લગ્ન કરો છો ત્યારે આવું જ થાય છે. પાપા કી પરી સાથે લગ્ન કરવા માટે માફિયા ડૅડીએ આ ઍક્ટરને ત્રણ ફિલ્મોની ઑફર કરી હતી અને એને કારણે તે પ્રેશરમાં આવી ગયો હતો. આ ફિલ્મોને પડતી મૂકવામાં આવી છે અને આ ઍક્ટર હવે આ લગ્નમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જોકે હવે તેને સહન કરનારું કોઈ નથી. તેણે હવે તેની પત્ની અને દીકરી પર ફોકસ કરવું જોઈએ. આ ઇન્ડિયા છે, એક વાર લગ્ન થઈ ગયાં તો થઈ ગયાં. હવે સુધરી જાઓ.’

kangana ranaut ranbir kapoor alia bhatt bollywood news bollywood gossips bollywood entertainment news