જયલલિતાની બાયોપિક માટે કંગના શીખે છે ભરતનાટ્યમ

07 October, 2019 10:14 AM IST  |  મુંબઈ

જયલલિતાની બાયોપિક માટે કંગના શીખે છે ભરતનાટ્યમ

કંગના રનોટ

ભૂતપૂર્વ અને સ્વર્ગીય રાજનેતા જયલલિતાના જીવન પર બની રહેલી બાયોપિક ‘થલાઇવી’ માટે કંગના રનોટ ભરતનાટ્યમ શીખી રહી છે. આ નૃત્યની સાથે જ કંગના સાઉથની ભાષા પણ શીખી રહી છે. ફિલ્મ માટે તૈયારીઓના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યા છે. ફિલ્મને વિષ્ણુ ઇન્દુરી પ્રોડ્યુસ કરશે. કંગના ફિલ્મમાં ચાર અલગ-અલગ લુકમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ સિવાય જયલલિતાના જીવન પર વેબ-સિરીઝ ‘ક્વીન’ પણ બની રહી છે.

j jayalalithaa kangana ranaut