શૉર્ટ‍્સ પહેરીને મંદિરમાં પ્રવેશતી યુવતીની આકરા શબ્દોમાં નિંદા કરી કંગનાએ

27 May, 2023 06:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનોટે શૉર્ટ્સ પહેરીને મંદિરમાં પ્રવેશતી એક યુવતીની આકરા શબ્દોમાં નિંદા કરી છે

ફાઇલ તસવીર

કંગના રનોટે શૉર્ટ્સ પહેરીને મંદિરમાં પ્રવેશતી એક યુવતીની આકરા શબ્દોમાં નિંદા કરી છે. હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલા બૈજનાથના મંદિરમાં એક યુવતી ક્રૉપ ટૉપ અને શૉર્ટ્સ પહેરીને જઈ રહી છે. તો તેની સાથેની એક યુવતીએ ડેનિમ પહેર્યું છે અને પોતાને શૉલથી કવર કરીને ઊભી છે. એ બન્નેનો ફોટો ટ્વિટર પર એક સોશ્યલ મીડિયા યુઝરે શૅર કરીને ટ્વીટ કર્યું કે ‘આ દૃશ્ય છે હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ શિવ મંદિર બૈજનાથનું. બૈજનાથ મંદિરમાં આ લોકો એવી રીતે પહોંચે છે જાણે કે કોઈ પબ કે નાઇટક્લબમાં જઈ રહ્યા હોય. આવા લોકોને મંદિરમાં પ્રવેશ ન આપવો જોઈએ. હું એનો સખત વિરોધ કરું છું.’

તેના આ ટ્વીટ અને ફોટોને શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું કે ‘આ વેસ્ટર્ન ક્લોથ્સનું નિર્માણ અને પ્રોત્સાહન સફેદ લોકો દ્વારા કરવામાં આવે છે. હું એક વખત વેટિકનમાં શૉર્ટ્સ અને ટી-શર્ટમાં પહોંચી તો મને એ પ્રિમાઇસિસમાં પ્રવેશ ન મળ્યો. મારે ફરીથી હોટેલમાં જઈને કપડાં ચેન્જ કરીને આવવું પડ્યું હતું. નાઇટ ડ્રેસ પહેરીને આવેલા આ જોકર આળસુ દેખાય છે. મને નથી લાગતું કે તેમનો કોઈ ઇરાદો હોય, પરંતુ આવા પાગલ લોકો માટે સખત નિયમો હોવા જોઈએ.’

entertainment news bollywood news kangana ranaut