Coronavirus સામે લડવા કમલ હસનની જાહેરાત, મારા ઘરને બનાવો હૉસ્પિટલ

27 March, 2020 02:04 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus સામે લડવા કમલ હસનની જાહેરાત, મારા ઘરને બનાવો હૉસ્પિટલ

કમલ હસન (ફાઇલ ફોટો)

વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઇ રહી છે ત્યારે ભારત પણ આ મહામારીથી બચી શક્યું નથી ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો 700 પાર થઈ ગયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 માર્ચ રાતે 8 વાગ્યે દેશમાં 21 દિવસનો લૉકડાઉન પાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ એકમાત્ર ઉપાય છે કોરોના સામે લડવાનો, લોકોએ ઘરમાં જ રહેવું. આ કારણસર અનેક સેલિબ્રિટીઝ પોતાના ઘરમાં જ રહીને વર્કઆઉટ વીડિયોઝ શૅર કરી રહ્યા છે તો કેટલાક ફેમિલી ટાઇમ ઍન્જૉય કરી રહ્યા છે. તેવામાં સાઉથના જાણીતા અભિનેતા કમલ હસને કોરોના વાયરસના સંક્રમિત લોકોની સારવાર માટે પોતાના ઘરને જ હૉસ્પિટલમાં પરિવર્તીત કરવાની રજૂઆત સરકાર સામે કરી છે.

જાણો શું કહ્યું કમલ હસને ટ્વીટ કરીને
કમલ હસને ટ્વીટ કરીને કહ્યું છે કે તેમની પાર્ટી મક્કલ નીધિ માઇલ(MMM)માં ડૉક્ટર્સની મદદથી તે પોતાના ઘરને કોરોના વાયરસ સંક્રમિત દરદીઓની સારવાર માટે અસ્થાઇ રૂપે હૉસ્પિટલમાં પરિવર્તીત કરવા માગે છે. આ અંગે જણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર જો આમ કરવાની પરવાનગી આપે તો તે આમ કરવા માગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ દેશમાં 21 દિવસનો લૉકડાઉન છે. ત્યારે સોશિયલ ડિસ્ટેન્સિંગ આ એકમાત્ર વિકલ્પ છે જેથી આ મહામારીથી બચી શકાય છે. તાજેતરમાં જ કમલ હસને વર્કર્સની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માગી હતી. અને તેમણે આ પત્ર ટ્વિટર પર પણ શૅર કર્યો.

kamal haasan bollywood national news coronavirus covid19