રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેતાં પહેલાં કમલ હાસન મળ્યા ખાસ મિત્ર રજનીકાન્તને

18 July, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમલ હાસને પોતાની આ પોસ્ટમાં લખ્યું છે, ‘મેં મારી નવી યાત્રા શરૂ કરતાં પહેલાં મારા મિત્ર રજનીકાન્ત સાથે મારી ખુશી વહેંચી`

કમલ હાસને આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી

અભિનેતા અને રાજકારણી કમલ હાસન બુધવારે ચેન્નઈમાં મિત્ર રજનીકાન્તને મ‍ળ્યા હતા. કમલ હાસને આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરીને જણાવ્યું હતું કે તેમણે રાજ્યસભામાં શપથગ્રહણ સમારોહ પહેલાં ખાસ મિત્ર સાથે મુલાકાત કરી. કમલ હાસને જે તસવીર શૅર કરી છે એમાં બન્ને એકબીજાને ગળે મળતા જોવા મળે છે.

કમલ હાસને પોતાની આ પોસ્ટમાં લખ્યું છે, ‘મેં મારી નવી યાત્રા શરૂ કરતાં પહેલાં મારા મિત્ર રજનીકાન્ત સાથે મારી ખુશી વહેંચી. હું ખુશ અને આનંદિત છું.’ કમલ હાસન જૂન મહિનામાં DMKની આગેવાની હેઠળના ગઠબંધનના સમર્થનથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને હવે તેઓ ૨૫ જુલાઈએ સંસદમાં શપથ લઈને ફરજ બજાવશે.

kamal haasan rajinikanth bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news