12 September, 2022 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કમાલ રશિદ ખાન
કમાલ રાશિદ ખાન (Kamaal Rashid Khan)જેલમાંથી મુક્ત થઈ ગયા છે. તાજેતરમાં જ કેઆરકેની વિવાદિત ટ્વિટ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ 8મી સપ્ટેમ્બરે તેને જામીન આપવામાં આવ્યાં હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ કેઆરકેના અકાઉન્ટમાંથી પહેલું ટ્વિટ કરવામાં આવ્યું હતું. આ ટ્વિટ તેના પુત્ર ફેઝલ કમાલે કર્યુ હતું. આ ટ્વીટમાં ફૈઝલે પોતાના પિતાની સુરક્ષાને લઈને અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ અને દેવેન્દ્ર ફડણવીસ પાસે મદદ માંગી હતી.તે જ સમયે, 11 સપ્ટેમ્બરના રોજ કેઆરકેએ જેલમાંથી બહાર આવ્યા પછી પ્રથમ ટ્વિટ કર્યું હતું.
જેલમાંથી છૂટ્યા બાદ કમાલ આર ખાનનું પહેલું ટ્વિટ આવ્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે હું બદલો લેવા પાછો આવ્યો છું. તેઓ કોની પાસેથી અને શું બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે ફક્ત તેઓ જ કહી શકે છે.પરંતુ KRKના ટ્વીટ પરથી એ ચોક્કસ જાણી શકાય છે કે તેની અંદર ઘણો ગુસ્સો છે.
કેઆરકેની એક નહીં પરંતુ બે કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. KRK સામે પહેલો કેસ 2019માં નોંધાયો હતો. KRKના ફિટનેસ ટ્રેનર, જે પોતાને ફિલ્મ સમીક્ષક ગણાવે છે, તેણે તેના પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.કેસ નોંધાયાના ત્રણ વર્ષ બાદ આ કેસમાં કમાલ આર ખાનની ધરપકડ કરવામાં આવી હતી. KRKએ 2020માં ઋષિ કપૂર, ઈરફાન ખાન અને અક્ષય કુમાર પર પણ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. તે જ સમયે જ્યારે તે મુંબઈ આવ્યો ત્યારે બંને કેસમાં તેની એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હવે તે બંને કેસમાં જેલમાંથી મુક્ત થયો હતો.