સંજય દત્તને માધુરી સાથે ફરી કામ કરવું છે

13 March, 2019 10:28 AM IST  | 

સંજય દત્તને માધુરી સાથે ફરી કામ કરવું છે

કલંકના ટીઝર લૉન્ચ દરમિયાન માધુરી દિક્ષીત અને સંજય દત્ત

સંજય દત્તનું કહેવું છે કે તેને માધુરી દીક્ષિત નેને સાથે વધુ કામ કરવું છે. તેમણે ‘સાજન’, ‘ખલનાયક’, ‘થાનેદાર’ અને ‘ઇલાકા’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેઓ લગભગ વીસ વર્ષ બાદ કરણ જોહરની ‘કલંક’માં સાથે કામ કરી રહ્યાં છે. માધુરી સાથે ફરી કામ કરવા વિશે પૂછવામાં આવતાં સંજય દત્તે કહ્યું હતું કે ‘લાંબા સમય બાદ ફરી સાથે કામ કરવાની ખૂબ જ ખુશી છે. હું તેની સાથે ફરી કામ કરવાની કોશિશ કરીશ. અમે ૨૦ વર્ષથી પણ વધુ સમય બાદ કામ કરી રહ્યાં છીએ. હાલમાં જ મેં અનિલ કપૂર સાથે પણ ઘણાં વર્ષો બાદ કામ કર્યું છે. તમે પહેલાં જે ઍક્ટર્સ સાથે કામ કર્યું હોય એ ઍક્ટર સાથે ફરી કામ કરવાની ખૂબ જ મજા આવે છે.’

આ પણ વાંચોઃ કલંક ટીઝર : સંબંધો, પ્રેમ અને બરબાદીની ઐતિહાસિક ઘટના, ખરેખર આશ્ચર્યજનક છે આ કલંક

ક્યા જોડી હૈ!

સંજય દત્તા, માધુરી દીક્ષિત નેને, આલિયા ભટ્ટ, વરુણ ïધવન, આદિત્ય રૉય કપૂર, સોનાક્ષી સિંહા અને કરણ જોહર ગઈ કાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં જોવા મYયાં હતાં. તેમણે તેમની આગામી ‘કલંક’નું ટીઝર લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં સંજય દત્ત અને માધુરી તેમ જ આલિયા અને વરુણની જોડી પર સૌની નજર હતી. તસવીરો : સમીર માર્કન્ડે

karan johar madhuri dixit sanjay dutt