લવ યુ આશાતાઈ

09 September, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાજોલે ૨૦૧૪ની થ્રોબૅક તસવીર શૅર કરીને પ્રેમાળ બર્થ-ડે વિશ કરી

કાજોલે આશા ભોસલે અને સૈફ અલી ખાન સાથેની ૨૦૧૪ની તસવીર શૅર કરી

જાણીતાં ગાયિકા આશા ભોસલેની મંગળવારે ૯૨મી વર્ષગાંઠ હતી. કાજોલે આશા ભોસલે અને સૈફ અલી ખાન સાથેની ૨૦૧૪ની  તસવીર શૅર કરીને સિંગરને જન્મદિનની પ્રેમાળ શુભેચ્છા પાઠવી છે.  

આશાતાઈને તેમના જન્મદિવસે શુભેચ્છા આપતાં કાજોલે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લખ્યું હતું, ‘HN રિલાયન્સ હૉસ્પિટલના ઉદ્ઘાટન વખતની ઑક્ટોબર, ૨૦૧૪ની થ્રોબૅક તસવીર. વિચારો કઈ વ્યક્તિ આજે પણ એટલી જ સુંદર લાગે છે અને ૯૨ વર્ષે પણ કાર્યરત છે? ના, તે સૈફ અલી ખાન કે હું નથી. લેજન્ડ સિંગરને અદ્ભુત નવા વર્ષની શુભેચ્છા. આ પોસ્ટ તો કરવી 
પડે એમ જ હતી. લવ યુ આશાતાઈ.’

asha bhosle happy birthday kajol bollywood buzz bollywood news entertainment news saif ali khan