20 June, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલની પુત્રી નીસા
કાજોલે શાનદાર અભિનયને કારણે બૉલીવુડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હાલમાં કાજોલ પોતાની આગામી ફિલ્મ ‘માઁ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૨૭ જૂને રિલીઝ થવાની છે અને આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન દ્વારા કરવામાં આવ્યું છે. અજય અને કાજોલ બન્ને મળીને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે. પ્રમોશન દરમ્યાન કાજોલે પોતાની પુત્રી નીસા દેવગન વિશે વાત કરી અને કહ્યું કે તેને સંતાનમાં દીકરી નહીં પણ દીકરો જ જોઈએ છે.
કાજોલ પોતાનાં બાળકો સાથે ખૂબ મસ્તી કરે છે. તે કઠોર રહેવાને બદલે તેમની મિત્ર બનવાનો પ્રયાસ કરે છે. કાજોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પોતાનાં બન્ને બાળકોની મિત્ર બનવાનો પ્રયાસ કરી રહી છે. તે ઘણી વાર દીકરી નીસાને કહે છે કે જ્યારે તે પોતે માતા બનશે ત્યારે તેને સમજાશે કે માતા બનવું એ કેવું હોય છે, ખાસ કરીને એક દીકરીની માતા. આના જવાબમાં નીસા તેમને કહે છે કે તે દીકરીની નહીં, ફક્ત દીકરાઓની માતા બનવા માગે છે. કાજોલે આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે નીસાને લાગે છે કે દીકરાઓને ઉછેરવાનું સરળ હોય છે.