કાજલ અગ્રવાલના હાથમાં લાગી ગૌતમના નામની મહેંદી, કાલે વાગશે શરણાઇઓ

29 October, 2020 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કાજલ અગ્રવાલના હાથમાં લાગી ગૌતમના નામની મહેંદી, કાલે વાગશે શરણાઇઓ

કાજલ અગ્રવાલ

અભિનેત્રી કાજલ અગ્રવાલ (Bollywood Actress Kajal Aggarwal) 30 ઑક્ટોબરના રોજ મંગેતર ગૌતમ કિચુલ (Gautam Kitchul) સાથે લગ્ન બંધનમાં બંધાશે. ગુરુવારે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાની મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી છે. તસવીરમાં કાજલ પોતાના હાથમાં લાગેલી મહેંદી ફ્લૉન્ટ કરતી જોવા મળે છે. તસવીરમાં કાજલના હાથમાં મહેંદીનો કલર સ્પષ્ટ દેખાય છે. કાજલ પણ ખૂબ જ ખુશ અને એક્સાઇટેડ દેખાય છે. તસવીરમાં કાજલે ગ્રીન કલરનો પ્રિન્ટેડ પહેર્યો છે.

કાજલ અગ્રવાલની આ તસવીર તેના ચાહકોને ખૂબ જ ગમી રહી છે. સાથે જ તે કાજલની મહેંદીના પણ વખાણ કરી રહ્યા છે. સાથે જ અભિનેત્રીના નવા જીવનની શરૂઆત માટે તેને શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે. આ પહેલા અભિનેત્રીએ પોતાની બહેન નિશા સાથેની પોતાની તસવીર શૅર કરી હતી જેમાં કૅપ્શન લખ્યું હતું, "મિસ અગ્રવાલ દરમિયાન મારી પાર્ટનર નિશા સાથેના છેલ્લા બે દિવસો." તસવીરમાં બન્ને બહેનોની બૉન્ડિંગ સ્પષ્ટ જોઇ શકાય છે.

જણાવવાનું કે કાજલે આ મહિને જ ગૌતમ સાથે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. કાજલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે 30 ઑક્ટોબરના મુંબઇમાં લગ્ન કરી રહી છે. કોરોનાને કારણે લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ સામેલ થશે. કાજલના લગ્ન ખૂબ જ ખાનગી રહેશે. કાજલના લગ્નની પ્રી-વેડિંગ ફેસ્ટિવિટીઝની શરૂઆત થઈ ગઈ છે. કાજલ અને ગૌતમના લગ્ન માટે ચાહકો પણ ખૂબ જ એક્સાઇટેડ છે. કાજલ અને ગૌતમની કેમેસ્ટ્રી પણ લોકપ્રિય છે.

ગૌતમ વિશે વાત કરીએ તો તે મુંબઇ બૅઝ્ડ બિઝનેસમેન છે. જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઇ-કૉમર્સ પ્લેટફૉર્મ Discern Livingના માલિક છે. ગૌતમ એક સ્પોર્ટ્સપર્સન પણ છે. ગૌતમ અને કાજલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતી જોવા મળે છે.

કાજલે ફિલ્મ 'ક્યોં હો ગયા ના' દ્વારા ડેબ્યૂ કર્યો હતો. ત્યાર બાદ તે સાઉથની ફિલ્મો તરફ વળી હતી. કાજલ સાઉથની પણ પૉપ્યુલર અભિનેત્રી છે. કાજલને બોલીવુડ કરતા વધારે લોકપ્રિયતા અને સફળતા સાઉથની ફિલ્મો દ્વારા મળી છે. જણાવવાનું કે કાજલે અજય દેવગન સાથે ફિલ્મ સિંઘમમાં કામ કર્યું હતું. ફિલ્મમાં કાજલનું કામ ચાહકોને ખૂબ જ ગમ્યું હતું. સિંઘમ સિવાય કાજલે સ્પેશિયલ 26, દો લફ્ઝો કી કહાની જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

kajal aggarwal bollywood bollywood news bollywood gossips