પાકિસ્તાનમાં કૈલાસા

18 April, 2012 05:41 AM IST  | 

પાકિસ્તાનમાં કૈલાસા

પાકિસ્તાનની સંગીતપ્રેમી જનતાએ આ બૅન્ડના લાઇવ-પફોર્ર્મન્સને આપેલો પ્રતિસાદ કૈલાશ ખેરે એક ઇન્ટરવ્યુમાં યાદગાર ગણાવ્યો છે. જોકે તેમનો આ શો કરાચી એક જ શહેરમાં થઈ શક્યો હતો. તેઓ લાહોરમાં પણ પફોર્ર્મન્સ આપવાના હતા. આ કૉન્સર્ટ આયોજકો પાસે પૂરતી પરમિશન ન હોવાથી કૅન્સલ કરવામાં આવી હતી. કૈલાશ ખેરે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે જ્યાં ગયા ત્યાં પ્રેમ અને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સલામતીની વ્યવસ્થા પણ સારી હતી. શોમાં આવેલું ક્રાઉડ પણ સંગીતપ્રેમી હતું.’

 

‘કૈલાસા’ના ‘તેરી દીવાની...’, ‘સૈંયા...’, ‘મૈં તો તેરે પ્યાર મૈં...’ અને ‘છાપ તિલક...’ જેવાં ગીતો ઘણાં પ્રચલિત થયાં છે.