સફળતા માટે કૈલાશ ખેરે કર્યો સંઘર્ષ,જન્મદિવસે લૉન્ચ કરે છે ફ્રેશ ટેલેન્ટ

07 July, 2020 02:24 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

સફળતા માટે કૈલાશ ખેરે કર્યો સંઘર્ષ,જન્મદિવસે લૉન્ચ કરે છે ફ્રેશ ટેલેન્ટ

કૈલાશ ખેર

કૈલાશ ખેર આજે પોતાના યુનિક અવાજને કારણે જાણીતા છે. આજે તેઓ એક સેલિબ્રિટી સિંગર છે. દેશ અને વિશ્વના ખૂણે-ખૂણે પર્ફૉર્મ કરવા માટે જાય છે. તેમની ફેન ફૉલોઇંગ પણ ખૂબ જ વધારે છે. પણ પદ્મશ્રીનું ખિતાબ મેળવવું કૈલાશ ખેર માટે એટલું સરળ નહોતું. તેમને પણ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો. તેમના અવાજને રિજેક્ટ કરી દેવામાં આવતો. પણ આજે તે એવા સ્થાને પહોંચી ગયા છે કે પોતાના જન્મદિવસે તે દરવર્ષે એક ફ્રેશ, નવા ટેલેન્ટને તક આપે છે. 7 જુલાઇના તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

પોતે કૈલાશ ખેરનું માનવું છે કે તેમણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. કૈલાશ ખેરે સંઘર્ષ દરમિયાન અનુભવ્યું કે વિશ્વમાં એટલા બધાં ટેલેન્ટેડ લોકો છે જેમને કોઇ સ્ટેજ નથી મળી શકતું કે તે પર્ફોર્મ કરી શકે. તેથી કૈલાશ ખેરે નઇ ઉમંગ નામે એક ઑર્ગનાઇઝેશન બનાવી છે જ્યાં નવા ટેલેન્ટ્સને સ્પેસ આપવામાં આવે છે. દરવર્ષે કૈલાશ ખેર પોતાના જન્મદિવસના અવસરે નવા ટેલેન્ટને લૉન્ચ કરે છે.

કૈલાશ ખેરને સૌથી પહેલા પૉપ્યુલારિટી મળી સૉન્ગ 'તૂટા તૂટા એક પરિંદા'થી. ત્યાર બાદ વર્ષ 2004માં આવેલી ફિલ્મ સ્વદેશમાં તેમણે યૂં હી ચલા ચલ રાહી ગીત ગાયું. તેમણે આ ગીત ઉદિત નારાયણ સાથે ગાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. પછી કૈલાશ ખેરનું કરિઅર ઝડપથી આગળ વધવા લાગ્યું.

તેમણે કિસ્ના, ટેંગો ચાર્લી, કાલ, સરકાર, ક્યોંકિ, દોસ્તી, ફના, આપ કી ખાતિર, કોર્પોરેટ, ટ્રાફિક સિગ્નલ, આજા નચલે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. દસવિદાનિયા ફિલ્મમાં ગાયેલું તેમનું ગીત મેરી માઁ સુપરહિટ રહ્યું. ત્યાપ બાદ તે દિલ્હી 6, અજબ પ્રેમ કી ગજબ કહાની, કમીને, કાર્તિક કૉલિંગ કાર્તિક, પાઠશાલા, તેરે નાલ લવ હો ગયા, ક્યા સુપર કૂલ હૈં હમ, બાહુબલી, અને પોસ્ટર બૉઇઝ જેવી ફિલ્મોમાં પણ ગીત ગાઇ ચૂક્યા છે.

બોલીવુડ ફિલ્મો સિવાય એલ્બમ્સ પણ સુરરહિટ
સિંગલ એલ્બમ્સની વાત કરીએ તો તે ઝૂમો રે, કૈલાશા, નૈના ચાર અને રંગીલે જેવા એલ્બમ્સ લૉન્ચ કરી ચૂક્યા છે જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. સરકારી યોજનાઓ માટે અને એડમાં જિંગલ્સ માટે પણ કૈલાશ પોતાનો અવાજ આપી ચૂક્યા છે. સુફિઝમમાં તો તેમની કમાન્ડ છે જ સાથે જ તેમણે અનેક ભજન પણ ગાયા છે જે ખૂબ જ પૉપ્યુલર થયા છે.

bollywood bollywood news bollywood gossips kailash kher