કૅટરિના બહેન ઇઝાબેલને ટ્રેઇનિંગ નહીં આપે

15 October, 2014 03:57 AM IST  | 

કૅટરિના બહેન ઇઝાબેલને ટ્રેઇનિંગ નહીં આપે

કૅટરિના આ વાતમાં અપવાદરૂપ નીકળી છે. સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘ડૉ. કૅબી’માં કામ કરી ચૂકેલી પોતાની નાની બહેન ઇઝાબેલને કૅટરિના કોઈ પણ પ્રકારની ટ્રેઇનિંગ નથી આપવાની. મીડિયા સાથે વાત કરતાં કૅટરિનાએ આ મુદ્દાના સંદર્ભમાં જણાવ્યું હતું કે ‘બૉલીવુડની ફિલ્મોમાં કામ કરવા માટે હું ઇઝાબેલને ટ્રેઇન નથી કરવાની. કારણ ઇઝાબેલે ઍક્ટિંગની ફૉર્મલ ટ્રેઇનિંગ લીધી છે અને તે એક સારી ડાન્સર પણ છે માટે તેને મારી પાસેથી કોઈ પણ પ્રકારની ટ્રેઇનિંગની જરૂરત નથી. હા, જો તે ખરેખર બૉલીવુડમાં આવવા માગતી હોય તો હું મારી ઓળખાણોથી તેને કેટલીક હદ સુધી મદદ કરી શકું છું. લિમિડેટ સ્કોપવાળી આ ઇન્ડસ્ટ્રીમાં હું ઘણા લોકોને ઓળખું છું.’