કાદર ખાન વેન્ટિલેટર પર, અમિતાભ બચ્ચને માંગી સલામતીની દુઆ

28 December, 2018 06:47 PM IST  | 

કાદર ખાન વેન્ટિલેટર પર, અમિતાભ બચ્ચને માંગી સલામતીની દુઆ

કાદર ખાન

લગભગ 300થી વધુ ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા કાદર ખાનની હાલત અત્યારે ખૂબ જ ક્રિટિકલ છે. તેમને BiPAP વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની હાલત અત્યારે નાજુક છે. હાલ તેઓ કેનેડામાં છે. રિપોર્ટ પ્રમાણે તેમની હાલત જોતા તેમને રેગ્યુલર વેન્ટિલેટર પર રાખવા યોગ્ય નથી. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કાદર ખાનની સલામતીની દુઆ માંગી છે. મહત્વની વાત એ છે કે 81 વર્ષની ઉંમરમાં કાદર ખાન પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લિઅર પાલ્સી ડિસઑર્ડર (પીએસપી)નો શિકાર થયા હતા. જેના લીધે તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે.

એક વેબસાઈટ સાથે વાત કરતાં કાદર ખાનના પુત્ર સરફરાઝે માહિતી આપી છે કે પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લિઅર પાલ્સી ડિસઑર્ડરના ચાલતા કાદર ખાનના મગજનીની ગતિવિધિઓ પર ખરાબ અસર થઈ છે. શ્વાસ લેવામાં થઈ રહેલી મુશ્કેલીના કારણે તેમને વેન્ટિલેટર પર રાખ્યાં છે. સાથે જ ડોકટરોને ન્યુમોનિયાના લક્ષ્ણો પણ દેખાઈ રહ્યાં છે.

સરફરાઝના જણાવ્યા પ્રમાણે ડોકટરોની એક ટીમ સતત તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરે છે પરંતુ શ્વાસની મુશ્કેલી પછી તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. કાદર ખાન ઘણા વર્ષથી પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે કેનેડામાં રહે છે અને ત્યાં જ એમની સારવાર થઈ રહી છે. આશરે એક દાયકાથી સમાચારથી દૂર અભિનેતા કેદાર ખાનનું બાળપણ ખૂબ જ સંઘર્ષ ભરેલું રહ્યું હતું. ફક્ત અભિનય જ નહીં પરંતુ લેખનમાં પણ તેમનો જાદૂ દેખાયો છે. એક સમય એવો પણ હતો જ્યારે અમિતાભ બચ્ચન માટે પણ સંવાદો કાદર ખાન જ લખતાં હતા.

kader khan bollywood news