ક્રિતી સૅનન અને કબીર બહિયાનું બ્રેકઅપ?

28 June, 2026 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસનો બૉયફ્રેન્ડ બીજી યુવતી સાથે જોવા મળ્યો એટલે આવી ચર્ચા શરૂ થઈ ગઈ છે

ક્રિતી સૅનન અને કબીર બહિયાનું બ્રેકઅપ?

ક્રિતી સૅનન છેલ્લા કેટલાક સમયથી લંડનસ્થિત ઉદ્યોગપતિ કબીર બહિયા સાથેની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. બન્ને ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળ્યાં છે. આ વર્ષે ક્રિતીની બહેન નૂપુર સૅનનનાં લગ્નમાં પણ કબીર બહિયા પરિવારના સભ્યની જેમ જ હાજર રહ્યો હતો. જોકે હવે સોશ્યલ મીડિયા પોસ્ટમાં કબીર એક અન્ય યુવતી સાથે નિકટતા માણતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પછી જ કબીર અને ક્રિતી વચ્ચે બ્રેકઅપની ચર્ચા ચાલુ શરૂ થઈ ગઈ છે. કબીર કરતાં ક્રિતી ૯ વર્ષ જેટલી મોટી હોવાના કારણે તેમની રિલેશનશિપ શરૂઆતથી જ ચર્ચાસ્પદમાં રહી છે.

kriti sanon bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news