જૉન એબ્રાહમ ભજવશે રાકેશ મારિયાનો રોલ

28 December, 2024 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉન એબ્રાહમ આ રોલ કરવા માટે એક્સાઇટેડ છે

રાકેશ મારિયા, જૉન એબ્રાહમ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના જીવન પરથી બનનારી ફિલ્મમાં જૉન એબ્રાહમ તેમનો રોલ ભજવશે એવી બૉલીવુડમાં ચર્ચા છે. આ ફિલ્મમાં રાકેશ મારિયાએ કઈ રીતે મુંબઈના ૧૯૯૩ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ, ઝવેરી બજારના બ્લાસ્ટ અને ૨૬/૧૧ના અટૅકના કેસ કઈ રીતે સૉલ્વ કર્યા એની વાત હશે. જૉન એબ્રાહમ આ રોલ કરવા માટે એક્સાઇટેડ છે, કારણ કે તે માને છે કે આ ફિલ્મ રાકેશ મારિયાએ કરેલી દેશસેવા બદલ સાચી અંજલિ હશે.

john abraham upcoming movie entertainment news bollywood bollywood news