જોધા અકબર ફેમ સલીમા બેગમ ઉર્ફે મનીષા યાદવનું 29ની વયે નિધન

03 October, 2021 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિધિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરીમાં મનીષા યાદવની તસવીર શૅર કરીને લખ્યું, "આ સમાચાર હ્રદયદ્રાવક છે. આરઆઇપી મનીષા યાદવ."

પ્રતીકાત્મક તસવીર

`જોધા અકબર` (Jodha Akbar) ફેમ અભિનેત્રી મનીષા યાદવ (Manisha Yadav)નું પહેલી ઑક્ટોબરના નિધન થઈ ગયું છે. મનીષા યાદવે પોતાની પાછળ પોતાનો એક વર્ષનો દીકરો છોડીને ગઈ છે. તાજેતરમાં જ મનીષાએ પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

મનીષા યાદવની કૉ-સ્ટાર પરિધિ શર્માએ આ દુઃખદ સમાચારને કન્ફર્મ કર્યા છે. પરિધિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરીમાં મનીષા યાદવની તસવીર શૅર કરીને લખ્યું, "આ સમાચાર હ્રદયદ્રાવક છે. આરઆઇપી મનીષા યાદવ."

પરિધિ શર્માએ ઇ-ટાઇમ્સ સાથે વાત કરતી વખતે કહ્યું કે, "અમારા શૉના ઑફ એર થયા પછી હું સતત તેમના સંપર્કમાં નહોતી. પણ અમારું એક વૉટ્સએપ ગ્રુપ છે જેનું નામ મુગલ અને આ ગ્રુપમાં તે બધી એક્ટ્રેસેસ છે જે શૉમાં બેગમ હતી. આ ગ્રુપ દ્વારા અમે લોકો સંપર્કમાં છીએ અને જો કોઈને પોતાની સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાત શૅર કરવી હોય તો અમે ગ્રુપમાં કરતા હતા. ગઈકાલે મને આ ગ્રુ દ્વારા ખબર પડી અને હું ચોંકી ગઈ."

મનીષા યાદવે જુલાઈમાં પોતાના દીકરાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. મનીષા યાદવે લખ્યું હતું, "પહેલા જન્મદિવસની વધામણી મારા દીકરા. તું મારા જીવનમાં મુશ્કેલ સમયમાં એક પ્રકાશની જેમ આવ્યો. હું ધન્ય અનુભવું છું કે હું તારી મા છું. હું તને ખૂબ જ પ્રેમ કરું છું." તો, મનીષા યાદવે જન્મદિવસના સેલિબ્રેશનનું વધુ એક ટ્વીટ કર્યું હતું.

bollywood news bollywood bollywood gossips jodhaa akbar entertainment news