આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટમાં ભારતનાં JIO MAMIને ચાર ફિલ્મો સાથે આમંત્રણ

27 May, 2020 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટમાં ભારતનાં JIO MAMIને ચાર ફિલ્મો સાથે આમંત્રણ

દીપિકા પાદુકોણ જિયો મામી મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન છે અને તેણે વી આર વનનાં આ ઇનિશ્યેટિવને વધાવ્યું છે તથા ગ્લોબલ કોમ્યુનિટી તરીકે કટોકટીને સમયે આ પહેલને બિરદાવી છે.

વૈશ્વિક સ્તરે યોજાનારા 'વી આર વનઃ અ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ'માં ભારત તરફથી જે ફિલ્મો પ્રતિનિધિત્વ કરશે તેનું લાઇનઅપ જિયો મામી મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા જાહેર કરાયું છે. ભારતની બે સ્વતંત્ર ફિલ્મો જેમાં પ્રતીક વત્સની હિન્દી ફિલ્મ એબ એલ્લે ઓ અને અરુણ કાર્થિકની તમિલ ફિલ્મ નાસિર રજુ કરાશે. જો કે આ ઉપરાંત બે શોર્ટ ફિલ્મો પણ ભારત તરફથી વી આર વનઃ અ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલમાં જશે જેમાં વિદ્યા બાલને પ્રોડ્યુસ કરેલી તથા જેમાં તેણે અભિનય પણ કર્યો છે તેવી શાન વ્યાસની નટખટ તથા અતુલ મોંગિયાની અવેક પણ રજુ કરાશે.  આ ચારેય ફિલ્મો પહેલી કે બીજી વાર ફિલ્મ ડાયરેક્ટ કરનારા દિગ્દર્શકોએ જ બનાવી છે. ભારતમાંથી જેને આ વૈશ્વિક ફિલ્મ ફેસ્ટમાં આમંત્રણ મળ્યું હોય તેવો જિયો મામી એકમાત્ર ફિલ્મ ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલમાં કૂલ 35 દેશોનું પ્રતિનિધિત્વ હશે.

દસ દિવસ ડીજિટલી ચાલનારા આ ફિલ્મ ફેસ્ટિવલમાં યુ ટ્યૂબ અને ટ્રિબેકા એન્ટરપ્રાઇઝિસ સંયુક્ત આયોજન કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે દસ બીજા ફિલ્મ ફેસ્ટિવલ સાથે પાર્ટનરશીપ કરી વિવિધ ફિલ્મો અહીં દર્શાવાશે. આ ઉપરાંત ફિલ્મ મેકિંગનાં માંધાતાઓ સાથે સેશન્સ પણ હશે જેમાં ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા, સ્ટિવન સોડેર્બર્ગ, જેન કેમ્પિઓન, બોંગ જુન હો વગેરે સમાવિષ્ટ હશે.

29મી મેથી 7 જૂન ચાલનારાઆ ફેસ્ટિવલમાં દર્શકોને અલગ અલગ કલ્ચર્સનો અનુભવ મળશે અને દરેક પસંદગી બહુ ચિવટથી કરાઇ છે. દીપિકા પાદુકોણ જિયો મામી મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન છે અને તેણે વી આર વનનાં આ ઇનિશ્યેટિવને વધાવ્યું છે તથા ગ્લોબલ કોમ્યુનિટી તરીકે કટોકટીને સમયે આ પહેલને બિરદાવી છે.

deepika padukone mumbai film festival vidya balan