જિયાની તો નિકલ પડી

27 September, 2012 05:51 AM IST  | 

જિયાની તો નિકલ પડી



બૉલીવુડમાં લાંબો સમય ગાયબ રહ્યા બાદ હિરોઇન જિયા ખાન હાલમાં ત્રણ ફિલ્મોની ડીલ સાઇન કરવાને કારણે ફરી ચર્ચામાં છે. ચર્ચા છે કે તેની નેક્સ્ટ ફિલ્મ એક ઇરૉટિક પિરિયડ ડ્રામા છે અને તેને એમાં લીડ રોલ કરવાની તક મળી છે.

આ ફિલ્મ વિશે વાત કરતાં તેની સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આ ફિલ્મની વાર્તા ૧૭મી સદીમાં આકાર લે છે. હકીકતમાં આ ફિલ્મનાં ડિરેક્ટર મધુરીતા આનંદને અવૉર્ડવિનિંગ લેખક અને હિસ્ટોરિયન વિલિયમ ડાલરિમ્પલે સીક્રેટ ડાયરીઓ આપી હતી અને એના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું ટાઇટલ છે ‘મહારાની’. આ ફિલ્મમાં એક અન્ય જાણીતી હિરોઇનને પણ નેગેટિવ રોલમાં સાઇન કરવામાં આવી છે.’