24 November, 2025 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં બાળકો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન પણ તેમનાં મમ્મી-પપ્પા જેટલાં જ પૉપ્યુલર છે. હાલમાં સૈફ અને કરીનાના નાનકડા દીકરા જેહનો વિડિયો ચર્ચામાં છે જેમાં તે પપ્પા સૈફને ફોટોગ્રાફર્સ ક્લિક ન કરી શકે એ માટે તેનાથી થાય એવા પ્રયાસો કરી રહ્યો છે. જેહ આ ધમપછાડા કરતો બહુ ક્યુટ લાગી રહ્યો છે.
આ વિડિયોમાં સૈફ પોતાનાં બાળકો તૈમુર અને જેહ સાથે એક શોરૂમમાંથી બહાર આવી રહ્યો છે. જેહની નજર જેવી ફોટોગ્રાફર્સ પર પડે છે કે તે તરત દોડીને પપ્પાથી આગળ નીકળી જાય છે અને તેને ફોટોગ્રાફર્સથી બચાવવા તેના આખા હાથ ફેલાવી લે છે. તેઓ જ્યારે કારમાં બેસે છે ત્યારે પણ જેહ પોતાના નાના હાથોથી સૈફને ઢાંકી લે છે, જેથી કોઈ તેનો ફોટો ન લઈ શકે.