28 June, 2025 06:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર અને જિતેન્દ્ર
જિતેન્દ્ર અને એકતા કપૂરે વરલીનો તેમનો આલીશાન ફ્લૅટ ૧૨.૨૫ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ ફ્લૅટ શહેરના હાઈ-એન્ડ વિસ્તાર ગણાતા વરલીમાં છે. રિપોર્ટ્સ અનુસાર આ ફ્લૅટ ઓમકાર 1973 વરલી પ્રોજેક્ટમાં છે અને એનો એરિયા ૨૧૪૯ સ્ક્વેર ફુટ છે. આ ડીલમાં સ્ક્વેર ફુટ દીઠ ૫૭,૦૦૩ રૂપિયાનો ભાવ લેવાયો છે અને સમગ્ર ડીલમાં બે પાર્કિંગ-સ્પૉટ્સ પણ સામેલ છે. જિતેન્દ્ર અને એકતાએ આ ફ્લૅટ જૂન ૨૦૧૭માં ૧૧.૫૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને આ વર્ષે ૮ જૂને એ ૧૨.૨૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે.
હજી થોડા સમય પહેલાં જિતેન્દ્રનું નામ મુંબઈના સૌથી મોટા રિયલ એસ્ટેટ સોદાઓમાંના એક સાથે જોડાયું હતું. એ સમયે તેમણે અંધેરીમાં એક જમીનનો પ્લૉટ ૮૫૫ કરોડમાં વેચ્યો હોવાના રિપોર્ટ હતા. એ ડીલ ૨૯ મેએ રજિસ્ટર થઈ હતી.