જન્મદિવસના સરપ્રાઇઝ માટે અમિતાભનાં ચિત્રો દોરાવડાવી રહી છે જયા

09 September, 2012 06:08 AM IST  | 

જન્મદિવસના સરપ્રાઇઝ માટે અમિતાભનાં ચિત્રો દોરાવડાવી રહી છે જયા


બિગ બીને આર્ટ ખૂબ પસંદ છે અને તેમના જુહુના ઘરમાં પુષ્કળ આર્ટવર્કનો ખજાનો ભેગો કર્યો છે. જયાએ બર્થ-ડે નિમિત્તે અમિતાભનાં ખાસ ચિત્રો ક્રીએટ કરવા માટે ખાસ કલકત્તાના આર્ટિસ્ટોનો સંપર્ક કર્યો છે. છેલ્લે તો એટલે સુધી જાણવા મળ્યું છે કે આ કામની ધમધોકાર શરૂઆત પણ થઈ ગઈ છે. જયા બચ્ચનની ઇચ્છા છે કે કાં તો આ બધા આર્ટવર્કનું એક્ઝિબિશન રાખવું અથવા પછી તેમના બંગલા જલસાની દીવાલો એ આર્ટવર્કથી શણગારવી.