08 October, 2022 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેલ્ફી લેનારા ફૅન્સ પર ભડક્યાં જયા બચ્ચન
જયા બચ્ચન અને અભિષેક બચ્ચન જ્યારે કાલી બારી મંદિરે પહોંચ્યાં તો ત્યાં સેલ્ફી લેનારા ફૅન્સ પર તેઓ રોષે ભરાયાં હતાં. લોકો અભિષેક બચ્ચન સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા માંડે છે. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં ફૅન્સ સેલ્ફી લેવા માટે આગળ આવે છે. એ વિડિયોમાં દેખાય છે કે જયા બચ્ચન લોકોને કહી રહ્યાં છે કે ‘તમે લોકો તેને છોડી દો. તમને શરમ નથી આવતી? શું કરી રહ્યા છો તમે લોકો?’