ગંગા જમુના ન જોઈ હોવાથી કમલ હાસનને ખખડાવી નાખ્યા હતા જાવેદ અખ્તરે

30 June, 2024 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમલ હાસને કહ્યું કે મેં એ ફિલ્મ નથી જોઈ એટલે તરત જ જાવેદ અખ્તરનો પારો ચડી ગયો હતો

જાવેદ અખ્તર

કમલ હાસન પર એક વાર જાવેદ અખ્તર ગુસ્સે ભરાયા હતા. કમલ હાસન હાલમાં તેમની ‘ઇન્ડિયન 2’નું પ્રમોશન જોરશોરથી કરી રહ્યા છે. એ દરમ્યાન તેમણે જાવેદ અખ્તર સાથેનો એક કિસ્સો શૅર કર્યો હતો. કમલ હાસન અને જાવેદ અખ્તર ‘સાગર’ ફિલ્મમાં કામ કરવાના હતા. આ ફિલ્મની તૈયારી માટે શું કરવું એ માટે વાતચીત ચાલી રહી હતી ત્યારે જાવેદ અખ્તરે તેમને દિલીપ કુમારની ‘ગંગા જમુના’ પરથી પ્રેરણા લેવા કહ્યું હતું. કમલ હાસને કહ્યું કે મેં એ ફિલ્મ નથી જોઈ એટલે તરત જ જાવેદ અખ્તરનો પારો ચડી ગયો હતો અને તેમણે કમલ હાસનને ખખડાવી નાખ્યા હતા.

દિલીપકુમાર સાથેની મુલાકાત વિશે કમલ હાસને કહ્યું હતું કે ‘આ ફિલ્મ જોયાના બે-ત્રણ દિવસ બાદ હું દિલીપકુમારને મળ્યો હતો. એ દિવસે ‘એક દૂજે કે લિએ’નું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન હતું. મેં તેમની સાથે હાથ મિલાવ્યો ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં, કારણ કે ‘ગંગા જમુના’ની અસર મારા પર પણ પડી હતી.’

kamal haasan javed akhtar bollywood news bollywood gossips bollywood entertainment news