પોતાના બર્થ-ડે પર પણ વ્યસ્ત જાન્હવી કપૂર, જાણો કેવી રીતે કરશે સેલિબ્રેટ

05 March, 2020 04:56 PM IST  |  Mumbai

પોતાના બર્થ-ડે પર પણ વ્યસ્ત જાન્હવી કપૂર, જાણો કેવી રીતે કરશે સેલિબ્રેટ

જાન્હવી કપૂર - તસવીર સૌજન્ય (ઈન્સ્ટાગ્રામ)

શ્રીદેવી ની દીકરી જાન્હવી કપૂર એ ન્યૂ કમર્સ એક્ટ્રેસિઝમાંથી એક છે જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારે પોતાના જિમ લૂકના લીધે, તો ક્યારે પોતાની અપકમિંગ ફિલ્મોના લીધે જાન્હવી હંમેશા ચર્ચાનો વિષય બને છે. હાલ જાન્હવી પોતાના બર્થ-ડેના કારણે ચર્ચાંમાં છે. કાલે એટલે 6 માર્ચે જાન્હવી પોતાનો 23મો જન્મદિવસ ઉજવી રહી છે. આ સ્પેશિયલ ડે માટે જાન્હવીએ કેટલાક સ્પેશિયલ પ્લાન કર્યા છે.

સૂત્રો અનુસાર, જાન્હવી પોતાના જન્મદિવસના અવસરે 'રૂહી અફઝા'ની શૂટિંગમાં વ્યસ્ત રહેશે. બાદ તે રાત્રે પોતાની ફૅમિલી સાથે ડિનર પ્લાન કરી રહી છે એટલે રાતની શૂટિંગ કેન્સલ કરી દીધી છે. આ ડિનર પાર્ટી એની બહેન અંશુલા શુક્લાના ઘરે થશે.

જણાવી દઈએ કે 'રૂહી અફઝા' હૉરર કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં જાન્હવી સાથે રાજકુમાર રાવ લીડ એક્ટર તરીકે જોવા મળશે. આ ફિલ્મ દિનેશ વિજનના પ્રોડક્શનમાં બની રહી છે. હાર્દિક મહેતા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ 20 માર્ચ 2020એ રિલીઝ થશે. આ ફિલ્મની સાથે જાન્હવી કપૂર 'ગુંજન સક્સેના: કારગિલ ગર્લ' અને 'દોસ્તાના 2'ની પણ શૂટિંગ કરી રહી છે. 'દોસ્તાના 2'માં જાન્હવી કપૂર સાથે કાર્તિક આર્યન નજર આવશે. જણાવી દઈએ કે જાન્હવીએ 'સૈરાટ' ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં જાન્હવી સાખે ઈશાન ખટ્ટરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આમ તો ફિલ્મોથી વધારે જાન્હવી પોતાના જિમ લૂકના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતે આ વાત માને છે કે લોકો એની ફિલ્મ અને એક્ટિંગથી વધારે એના શોર્ટ્સ અને જિમ લૂકની ચર્ચા કરે છે.

janhvi kapoor bollywood news entertainment news