રાજકુમાર રાવ સાથે 'રુહ-અફ્ઝા'માં ડબલ રોલમાં દેખાશે જ્હાન્વી કપૂર

29 March, 2019 12:47 PM IST  |  મુંબઈ

રાજકુમાર રાવ સાથે 'રુહ-અફ્ઝા'માં ડબલ રોલમાં દેખાશે જ્હાન્વી કપૂર

જ્હાન્વી કપૂર રાજકુમાર રાવ સાથે કરશે ફિલ્મ

જ્હાન્વી કપૂર રાજકુમાર રાવ સાથે ફિલ્મ રુહ-અફ્ઝામાં નજર આવશે. નિર્માતા દિનેશ વિજનની ફિલ્મ રુહ-અફ્ઝામાં વરુણ શર્મા પણ નજર આવશે.

દિનેશે એક નિવેદનમાં કહ્યું કે 'રુહ-અફ્ઝા' માટે અમારે એવા અભિનેતાઓની જરૂર હતી જે આ ભૂમિકામાં સરળતાથી ઢળી જાય. રાજકુમાર રાવ અને વરુણ શાનદાર અભિનેતા છે. બંને પોતાના અંદાજમાં સરસ કૉમેડી કરે છે. જ્હાન્વી આ ફિલ્મમાં ડબલ રોલ રુહી અને અફસાનાના રૂપમાં નજર આવશે.

નિર્માતાએ જ્હાન્વી વિશે કહ્યુંકે, "મુખ્ય અભિનેત્રી માટે અમે એવા કલાકારની શોધમાં હતા જે બે અલગ અલગ વ્યક્તિત્વની ભૂમિકાને સહજતાથી નિભાવી શકે અને જ્હાન્વી એમાં ખરી ઉતરી. તે વાસ્તવમાં કિરદાર સાથે જોડાઈ ગઈ. ફિલ્મની પટકથામાં તાજગી છે અને અભિનેત્રી પણ એવી જ છે."

દિનેશ વિજન અને મૃગદીપ સિંહ લાંબા નિર્મિત ફિલ્મનું નિર્દેશન નવોદિત નિર્દેશર હાર્દિક મહેતા કરશે. આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં જૂન મહીનામાં શરૂ થશે અને 20 માર્ચ 2020માં રિલીઝ થવાની આશા છે.

આ પણ વાંચોઃ ફેમ કરતાં ફિલ્મો મારા માટે વધુ મહત્વ ધરાવે છે : જાહ્નવી કપૂર

જ્હાન્વી કપૂર રાજકુમાર રાવની મોટી ફેન છે. કૉફી વિથ કરણમાં તેણે ખુદ ખુલાસો કર્યો હતો કે તે રાજકુમારને ખૂબ જ પસંદ કરે છે અને તેને સોશિયલ મીડિયા પર સ્ટૉક પણ કરે છે. એવામાં તેને આ ફિલ્મ મળવી તેના માટે ખૂબ જ ખાસ છે.

jhanvi kapoor rajkummar rao bollywood news dinesh vijan