જાહ્નવી કપૂરે બૉયફ્રેન્ડ સાથે વિમ્બલ્ડનની સેમી ફાઇનલ માણી

14 July, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ‌નવીએ જણાવ્યું હતું કે ‘હું અહીં પ્રથમ વખત આવી છું. આ ખૂબ જ સરસ જગ્યા છે. જ્યાં સુધી હું જાણું છું

જાહ્નવી કપૂર બૉયફ્રેન્ડ વીર પહારિયા

શુક્રવારે જાહ‌્નવી કપૂર બૉયફ્રેન્ડ વીર પહારિયા સાથે વિમ્બલ્ડનમાં સેમી ફાઇનલ મૅચનો આનંદ માણતી જોવા મળી હતી. અહીં એક ઇન્ટરવ્યુમાં જાહ‌્નવીએ જણાવ્યું હતું કે ‘હું અહીં પ્રથમ વખત આવી છું. આ ખૂબ જ સરસ જગ્યા છે. જ્યાં સુધી હું જાણું છું, આ વિશ્વનું સૌથી જૂની ટેનિસ-ટુર્નામેન્ટ છે. હું અહીં આવીને રોમાંચિત છું. મેં આના વિશે ઘણું સાંભળ્યું છે. મેં ફક્ત અહીંના ખેલાડીઓ વિશે જ નહીં, સ્ટ્રૉબેરી અને ક્રીમ વિશે પણ સાંભળ્યું છે. હું એ ખાવા ઇચ્છું છું.’

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news janhvi kapoor veer pahariya