ઓપન રિલેશનશિપમાં રહેવાની વિચિત્ર સલાહ મળી હતી જાહ્‍નવીને

31 July, 2024 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં શિખર પહાડિયા સાથે રિલેશનશિપમાં છે

જાહ્‍નવી કપૂર

જાહ્‍નવી કપૂરને એક વાર ઓપન રિલેશનશિપમાં રહેવાની વિચિત્ર સલાહ આપવામાં આવી હતી. તે હાલમાં શિખર પહાડિયા સાથે રિલેશનશિપમાં છે. બૉલીવુડમાં એન્ટ્રી કરવા પહેલાં જાહ્‍નવી ગૅમન ઇન્ડિયા લિમિટેડના પ્રેસિડન્ટ અભિજિત રાજનના દીકરા અક્ષત રાજનને ડેટ કરી રહી હતી. ત્યાર બાદ તે ઈશાન ખટ્ટર અને કાર્તિક આર્યન સાથે પણ ચર્ચામાં હતી. આ દરેક રિલેશનશિપ દરમ્યાન તે શિખર સાથે ઑન-ઑફ રિલેશનશિપમાં હતી. તેમનું ઘણી વાર બ્રેકઅપ થતું અને તેઓ ફરી સાથે થતાં અને ફરી બ્રેકઅપ થતું. જોકે હવે તેઓ એકસાથે છે. જાહ્‍નવીનું વારંવાર બ્રેકઅપ થતાં તેને વિચિત્ર સલાહ આવવામાં આવી હતી જે ઓપન રિલેશનશિપ હતી. ઓપન રિલેશનશિપ એટલે કે એક જ સમયે એક કરતાં વધુ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હોવું. એક રીતે જોવા જઈએ તો નૉન-કમિટેડ રિલેશનશિપ કહી શકાય.

janhvi kapoor entertainment news bollywood bollywood news bollywood gossips