20 May, 2024 06:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરને ૧૨ વર્ષની ઉંમરે ખૂબ કડવો અનુભવ થયો હતો. જાહ્નવીનું કહેવું છે કે મીડિયાએ મારા ફોટોને કામુક દેખાડ્યા હતા. તેના હૉટ ફોટો વાઇરલ થયા હતા. તેના ફોટો પૉર્ન જેવી સાઇટ પર અપલોડ થતાં તેના ક્લાસમેટ્સે તેની ખૂબ મશ્કરી કરી હતી. એ ઘટનાને યાદ કરતાં જાહ્નવી કહે છે, ‘પહેલી વખત મીડિયા દ્વારા મારા ફોટોને કામુક દેખાડવાનો મને અહેસાસ થયો હતો. મને લાગે છે કે એ વખતે હું ૧૨-૧૩ વર્ષની હતી. મારાં મમ્મી-ડૅડી સાથે હું એક ઇવેન્ટમાં ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયાની ત્યારે શરૂઆત જ થઈ હતી. મારા ફોટો મને પૉર્ન જેવી દેખાતી સાઇટ પર જોવા મળ્યા હતા. સ્કૂલમાં છોકરાઓ એ ફોટો જોઈને મારા પર હસતા હતા. એમાંથી બહાર આવવામાં મને ખાસ્સો સમય લાગ્યો હતો. એ ખરેખર અઘરું હતું.’