‘ઉલઝ’નું શૂટિંગ પૂરું થતાં ઇમોશનલ થઈ જાહ્‍નવી

12 September, 2023 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍નવી કપૂરે તેની ફિલ્મ ‘ઉલઝ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે અને સાથે જ એની સાથે જોડાયેલી યાદોને સોશ્યલ મીડિયા પર શૅર કરીને ઇમોશનલ થઈ છે.

જાહ્‍નવી કપૂર

જાહ્‍નવી કપૂરે તેની ફિલ્મ ‘ઉલઝ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે અને સાથે જ એની સાથે જોડાયેલી યાદોને સોશ્યલ મીડિયા પર શૅર કરીને ઇમોશનલ થઈ છે. આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ વિજેતા સુધાંશુ સરિયાએ ડિરેક્ટ કરી છે. આ ​ફિલ્મ ઇન્ડિયન ફૉરેન સર્વિસ પર આધારિત છે. ફિલ્મમાં જાહ્‍નવી ઇન્ડિયન ફૉરેન સર્વિસની ઑફિસરના રોલમાં જોવા મળવાની છે. ફિલ્મમાં તેની સાથે ગુલશન દેવૈયા, રોશન મૅથ્યુ, રાજેશ તેલંગ, મિયાંગ ચેન્ગ, સચિન ખેડેકર, રાજેન્દ્ર ગુપ્તા અને જિતેન્દ્ર જોશી પણ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્નવીએ કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ અ રૅપ. આમ છતાં આપણે જે વર્લ્ડ ક્રીએટ કર્યું છે મને હજી એનાં સપનાં આવે છે. દરેક ફિલ્મ એક બોધપાઠ છે. એની સ્ટોરી સંયોગથી મારી લાઇફમાં ઘટનારી ઘટનાઓ સાથે સમાનતા ધરાવે છે. સુહાનાની જર્ની અને આ ફિલ્મ બનાવવાની જર્ની મારા માટે શીખવાનો મોટો અનુભવ રહ્યો છે, જેણે મને પોતાની જાતને પ્રેમ કરતાં શીખવ્યું. તમે જે પણ કામ કરો એને પ્રેમ કરો અને તમે જે પણ કરો છો એ યોગ્ય કારણથી કરો છો એ જાણતાં મને શીખવાડ્યું છે. સાથે જ ખોટો ભાર ન ઊંચકો, બહારના દબાણને અને લોકોના મતોને પડતા મૂકો. સાથે જ એવા વાહન પર સવાર ન થાઓ જે તમને ક્યાંય પણ લઈ ન જાય. એના કરતાં જો તમારા કામ પર ભરોસો હોય તો જાતે જ ચાલવાનું રાખો. સુધાંશુ સરિયા, તમે મને મારી જાત પર વિશ્વાસ કેળવતાં શીખવાડ્યું છે, જેની મારે ખૂબ જરૂર હતી. તમે મને સાંભળતાં અને યોગ્ય દિશામાં જોતાં શીખવ્યું. મને એવી લડાઈ લડવાની પ્રેરણા આપી જેના વિશે હું જાણતી પણ નહોતી. દરેક પડકાર અને અડચણો દરમ્યાન તમારા ચહેરા પર જે સ્માઇલ આવતી એ પ્રેરણાદાયી હતું. શ્રેયા દુબે, તારી સાથે હું ખૂબ સુરક્ષિત, પ્રેરિત છું અને તને અતિશય પ્રેમ કરું છું. તેં દરેક ક્ષણને આકર્ષક અને ભવ્ય બનાવી છે. આ જર્નીની દરેક બાબત હીલિંગ છે અને એ પણ ફિલ્મની અદ્ભુત ટીમને કારણે છે. આશા છે કે તમને પણ અમારી જેમ એની દીવાનગીનો એહસાસ થશે, જેને બનાવવા માટે અમે અતિશય મહેનત કરી છે.’

jhanvi kapoor bollywood news bollywood gossips bollywood entertainment news