વિરુષ્કાએ કરી મસ્તી, સિદ્ધાર્થ કરે છે કૂકિંગ તમે શું કર્યું કર્ફ્યૂમાં?

22 March, 2020 04:11 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વિરુષ્કાએ કરી મસ્તી, સિદ્ધાર્થ કરે છે કૂકિંગ તમે શું કર્યું કર્ફ્યૂમાં?

વિરાટ કોહલી, અનુષ્કા શર્મા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલમાં સેલ્ફ-આઇસોલેશનમાં ક્વૉલિટી-ટાઇમ પસાર કરી રહ્યાં છે. તેઓ બન્ને તેમના શેડ્યુલને લઈને સતત બિઝી રહે છે, પરંતુ કોરોના વાઇરસને કારણે તેમને સાથે રહેવા માટે સમય મળી ગયો છે. આ દરમ્યાન તેઓ રોજ સેલ્ફી અને વિડિયો શૅર કરીને પોતાને અને તેમના ચાહકોને એન્ટરટેઇન કરે છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ લખ્યું હતું, ‘સેલ્ફ આઇસોલેશન અમને દરેક રીતે એકબીજાને પ્રેમ કરવા માટે મદદ કરી રહ્યું છે.’

સિદ્ધાર્થ મલ્હોત્રા કુકિંગમાં કરી રહ્યો છે ટાઇમપાસ

સિદ્ધાર્થ મલ્હોત્રા સેલ્ફ-ક્વૉરન્ટીનનો ઉપયોગ કુકિંગ કરવામાં કરી રહ્યો છે. તે હાલમાં બટર ગાર્લિક પ્રૉન્ઝ બનાવીને ટાઇમપાસ કરતો જોવા મળ્યો હતો. કોરોના વાઇરસને કારણે આજે સેલિબ્રિટીઝને ઘરમાં રહેવું પડી રહ્યું છે.

સેલિબ્રિટીઝ ઘરમાં રહીને નિતનવી પ્રવૃત્તિઓ પર હાથ અજમાવી રહી છે. સાથે જ તેને સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના ફૅન્સ સાથે શૅર કરી રહ્યા છે. આવું જ કંઈક સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ કર્યું હતું. એનો વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને સિદ્ધાર્થે ટ્વીટ કર્યું હતું, ‘વેલ, કંઈક નવી વસ્તુ પર હાથ અજમાવવા માટે મોડું નથી થયું. અહીં હું બટર ગાર્લિક પ્રૉન્ઝ પહેલી વાર બનાવી રહ્યો છું. આશ્ચર્ય એ વાતનું છે કે એ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું. ખાલી સમયનો હું સદુપયોગ કરી રહ્યો છું અને તમે પણ સતત નવી-નવી વસ્તુઓ બનાવતા રહો.’

bollywood bollywood news bollywood gossips virat kohli anushka sharma virat anushka janta curfew coronavirus covid19