જનતા કરફ્યુને જોતાં પોતે સારી કંપનીમાં હોવાનું જણાવ્યું ફરહાન અખ્તરે

23 March, 2020 10:11 AM IST  |  Mumbai Desk | Agencies

જનતા કરફ્યુને જોતાં પોતે સારી કંપનીમાં હોવાનું જણાવ્યું ફરહાન અખ્તરે

જનતા કરફ્યુને જોતાં ફરહાન અખ્તરે રવિવારે જણાવ્યું હતું કે તે સારી કંપનીમાં છે. તેણે પોતાની દીકરી અકિરા અખ્તર અને ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરનો ફોટો શૅર કર્યો હતો. શિબાની તેનાં પેટ્સ સાથે જોવા મળી રહી છે. જોકે આ ફોટોમાં તે પોતે નથી. બન્નેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફરહાને કૅપ્શન આપી હતી કે ‘આજે જનતા કરફ્યુમાં હું સારી કંપનીને માણી રહ્યો છું. ઘરમાં જ રહો, સલામત રહો, આ વાઇરસનો સાથે મળીને સામનો કરીએ. બિગ હગ.’

bollywood entertainment news bollywood news