જનતા કરફ્યુમાં અંકિત તિવારી-અમાલ મલિક ઑનલાઇન સંગીત દ્વારા મનોરંજન આપશે

22 March, 2020 02:42 PM IST  |  Mumbai Desk | Agencies

જનતા કરફ્યુમાં અંકિત તિવારી-અમાલ મલિક ઑનલાઇન સંગીત દ્વારા મનોરંજન આપશે

અમાલ મલિક

રવિવારે જનતા કરફ્યુને જોતાં લોકો માટે લાઇવ મ્યુઝિક સોશ્યલ મીડિયાના માધ્યમથી અંકિત તિવારી, અખિલ સચદેવા અને અમાલ મલિક લઈને આવશે. આ ડિજિટલ કૉન્સર્ટનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે જનતા કરફ્યુને ધ્યાનમાં રાખીને લોકોને સલામત રાખવામાં આવે. આ આઇડિયા મોર્જો ચૅટરજીએ આપ્યો છે. મોર્જો મલ્ટિ-જોનર ટૅલન્ટ એજન્સીનો ફાઉન્ડર છે. સની લીઓનીનો હસબન્ડ ડૅનિયલ વિબર પણ આ કૉન્સર્ટમાં સામેલ થશે. આ કૉન્સર્ટ રવિવારે સાંજે ચારથી પાંચ વાગ્યા દરમ્યાન કરવામાં આવશે. આ કૉન્સર્ટમાં તુલસી કુમાર, જસલિન રૉયલ, રિચા શર્મા, જીત ગાંગુલી, ભૂમિ ત્રિવેદી અને શર્ગૂન દુબે પણ સામેલ થશે. આ કૉન્સર્ટ વિશે સિંગર અખિલ સચદેવાએ કહ્યું હતું કે આ ખૂબ સારી પહેલ છે અને આ કૉન્સર્ટને લઈને ખૂબ ઉત્સાહી પણ છીએ.

janta curfew ankit tiwari bollywood events bollywood covid19 coronavirus bollywood news