જયદીપ અહલાવત બની શક્યો હોત વિભીષણ, પણ તેને નડી ગયો રાવણ

25 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જયદીપે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનો વિભીષણના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેણે અન્ય કમિટમેન્ટ્સ અને શેડ્યુલના કારણે આ રોલ ન કરવાનો નિર્ણય લીધો.

જયદીપ અહલાવત અને યશ

નીતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ‘રામાયણ’ લાંબા સમયથી ચર્ચાનો વિષય બની રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે સઈ પલ્લવીને માતા સીતાનું પાત્ર આપવામાં આવ્યું છે. હવે માહિતી મળી છે કે જયદીપ અહલાવતને આ ફિલ્મમાં વિભીષણનું પાત્ર ઑફર કરવામાં આવ્યું હતું, પણ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. હવે જયદીપે તેના ઇનકાર પાછળના કારણની સ્પષ્ટતા કરી છે. 

જયદીપે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનો વિભીષણના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેણે અન્ય કમિટમેન્ટ્સ અને શેડ્યુલના કારણે આ રોલ ન કરવાનો નિર્ણય લીધો. હકીકતમાં વિભીષણનું પાત્ર એવું હતું કે તેની અને રાવણનું પાત્ર ભજવી રહેલા યશની ડેટ્સ મૅચ થાય એ જરૂરી હતું. જોકે બન્નેની તારીખોમાં સમસ્યાઓ આવી રહી હતી અને બન્ને એક જ દિવસે ઉપલબ્ધ નહોતા. સ્વાભાવિક છે કે યશની તારીખો સાચવવી વધારે જરૂરી હતી અને એટલે જ જયદીપે અનિચ્છાએ આ ફિલ્મ છોડી દીધી હતી.

jaideep ahlawat nitesh tiwari ramayan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news