24 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન, જયદીપ અહલાવત
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં જયદીપ અહલાવતની એન્ટ્રી કન્ફર્મ થઈ છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં જયદીપે ખુલાસો કર્યો કે શાહરુખે તેને ફોન કરીને આ ફિલ્મની ઑફર આપી હતી. તેણે જણાવ્યું કે શાહરુખ લાંબા સમયથી તેને કાસ્ટ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ આ રોલ નાનો હોવાથી ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ આ ઑફર કરવા માટે ખચકાટ અનુભવી રહ્યા હતા. આખરે શાહરુખના એક ફોન-કૉલે વાત પાકી કરી દીધી. આ રીતે જયદીપ હવે ‘કિંગ’માં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
‘કિંગ’માં શાહરુખ દીકરી સુહાના ખાન સાથે પહેલી વાર મોટા પડદે જોવા મળશે. આ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં શાહરુખ એક શક્તિશાળી ડૉનની ભૂમિકામાં છે. ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને એ ૨૦૨૬માં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.