હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે એક ગુજરાતી ભાઈએ મને મદદ કરી હતી : જગજીત સિંહ

11 October, 2011 09:26 PM IST  | 

હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે એક ગુજરાતી ભાઈએ મને મદદ કરી હતી : જગજીત સિંહ

 

આ ઉપરાંત માત્ર તેમના અવાજમાં જ ગવાયેલું એક આલબમ ‘જીવન મરણ છે એક’ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત ગુજરાતી લેખક ‘મરીઝ’ દ્વારા લખાયેલાં ગીતોમાં જગજિત સિંહે પોતાનો અવાજ આપ્યો હતો અને એમાં  સંગીત પણ તેમનું જ હતું.

૨૦૦૧માં એક ફંક્શન ‘માય લાઇફ માય સ્ટોરી’માં જગજિત સિંહે પોતાની સ્પીચ દરમ્યાન કહ્યું હતું કે જ્યારે હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે એક ગુજરાતી ભાઈએ મને મદદ કરી હતી. એટલું બોલ્યા પછી તેઓ ગુજરાતી સંગીતકાર અજિત મર્ચન્ટને સ્ટેજ પર બોલાવવા માટે નીચે ગયા હતા. તેઓ અજિતભાઈને ભેટ્યા હતા અને બન્ને સ્ટેજ પર જ ઘણા ઇમોશનલ બની જતાં તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. આ ઉપરાંત અજિત મર્ચન્ટના ગીત ‘રાત ખામોશ હૈ’નો જગજિત સિંહે તેમના આલબમ ‘મુન્તઝિર’માં સમાવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત જગજિત સિંહે ૩૦ કલાકારો સાથે ગઝલ સિમ્ફનીનો પહેલો કાર્યક્રમ અમદાવાદના રાજપથ ક્લબમાં કર્યો હતો.